૦૦.
ઘણા લોકો બૂમો મારે છે કે, અમને સમય મળતો નથી. પણ મોટાં મોટાં કામ કરનારા અનેક માણસો તો નજીવાં દેખાતાં કામો કરવાની ફુરસદ મેળવી શકે છે. જેઓ પોતાના કામની અને સમયની વિચારપૂર્વકની યોજના કરે છે અને તે મુજબ ચાલવાની ટેવ પાડે છે, તેઓ ઘણી ઉપાધિમાંથી બચી જાય છે. પંદર મિનિટ જેટલા ટૂંકા સમયમાં માણસ શું શું કરી શકે તેના નમૂના આપણે જોઈએ : 15 મિનિટમાં – સામાન્ય ઝડપે સવા કિલોમીટર ચાલી શકાય; સાઈકલ ઉપર 3 કિલોમીટરનું અંતર કાપી શકાય. સામાન્ય પુસ્તકનાં પાંચ પાનાં વાંચી શકાય. શરીરને તંદુરસ્ત રાખવા આસનો કે વ્યાયામ કરી શકાય. મનને સ્વસ્થ રાખવા માટે પ્રાર્થના, ધ્યાન કે ચિંતન કરી શકાય. ઘરના બે-ત્રણ ઓરડાની સફાઈ કરી શકાય. પોતાનાં કપડાં ધોઈ શકાય. ઘરનાં શાકભાજી સુધારી આપી શકાય. અક્ષર સુધારવા તથા વિચારો સ્થિર કરવા ડાયરી લખી શકાય. ટપાલના બે નાના પત્રો સારી રીતે લખીને ફરી વાંચી જઈ શકાય.
૦૧. તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને ?
એક વાત તું મને ગમે તે, મને જ પૂછી જો ને
૦૨. હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.
=બરકત વિરાણી ‘બેફામ’
૦૩. ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.
એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.
૦૪. નવી નવી પ્રેમિકા હોય જેની સાથે બહુ ફિક્સ ના થયું હોય ને તે ડિનર પાર્ટી માંગે તો સૌપ્રથમ મકકાઈના બે ડુંડા ખવડાવી ભરપેટ પાણી પીવડાવી પછી એને કહો બોલ ડાર્લિંગ આજે ક્યા જમવા જવું છે?
૦૫. ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
-હિમાંશુ ભટ્ટ
૦૬. ‘મરીઝ’ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું,
સમયની હો જે પાબંદ, તે પ્રતિભા થઈ નથી શક્તી. -મરીઝ
1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો
2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો
3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો
5. એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે, આ તો શાયરોનુ શહેર નહી? પેલા કવિ “બેવકુફ” અહીનાં જ નહીં?)
6. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો નહિતર શંકામાં આવી જશો..!
7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો..બને ત્યાં સુધી નોંધ પણ માંડ માંડ લો..!
8. એની મમ્મીની રસોઇના વખાણ કરો.અને બુધ્ધિના તો ખાસ ભલે હોય કે ના હોય..!
9. “હું કેવી લાગુ છુ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે “ આજે તો તું સાવ જૂદીજ લાગે છે” સાંપ ભી મર જાવે ઔર લાઠી ભી ના ટૂટે.!
11. “તારા પપ્પા બહુ સોશિયલ છે” એવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો.કારણ કે દિકરી બાપનું કાળજું હોય..!
12. ટીવી જોતી વખતે : “અરે, જોતો, આ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે” એવુ કહો. 14. એના પિયરિયાનો ફોન હોય અને “આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પર લાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એ ફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.
15. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો .
16. એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ.એકટિંગ ના આવડે તો વહુનાસસરાનો કોન્ટેકટ કરવો.. (હવે એમ તો ન કહેવાય ને કે તમારા બાપાને એ માટે અનુભવ છે?)
17. એ કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.
18. એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!
19. બાલિકા વધુ અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. એ જો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કે “મેચ તો રોજ આવે છે”
21. એ એમ કહે કે “આજે બહુ થાકી ગઇ છુ ” તો તરત કહો કે “ચાલ, આજે બહાર જમવા જઇએ” 22. એ એમ કહે કે “આજે રસોઇ કરવાનો મુડ નથી” તો તરત કહો કે “સાચુ કહુ, હું તો પીઝા મંગાવવાનુ જ વિચારતો હતો”
23. વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે!)
૨૪.ભુલેચુકે રસોઈ માટે તમારી મા ના ઉદાહરણ ના આપતા કે મારા મમ્મી આ બનાવે તે બનાવે..તે જ મને બહુ ભાવે!
25. કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળ પાણી જેવી હોય તો “ આજે દાળ કંઇક જુદી જ હતી!” અને રોટલી કાચી બને તો “આ વખતે ઘંઉ સારા નથી આવ્યા” એમ કહો.
26. અઠવાડિયે એક વાર તો સમય અને સંજોગો જોઇ ને પૂછી લો કે “કેમ આજે ઢીલી લાગે છે?”
27. શાક સારુ ના બન્યુ હોય તો અંદર ટોમેટો સોસ નાખો, ફરિયાદ ન કરો.
28. એક હાથથી ભાખરી ન તૂટતી હોય તો બીજો હાથ વાપરો ને ! ભગવાને બે હાથ શેના માટે આપ્યા છે?
29. કામવાળો રજા ઉપર હોય તો ઘરમાં એક જ વાર ચા પીવો.
30. સફેદ કપડા ક્યારેય ન ખરીદો. અથવા તો પાન-મસાલા છોડી દો.
32. ઓફિસનુ કામ ઘરે ન લાવો.
33. શકય હોય તો ઘરનુ કામ ઓફિસ લઇ જાવ.
34. તહેવારો પર નવા કપડા ખરીદવા રૂપિયા ઢીલા કરો.
35. એના ડ્રેસ ખરીદવા સાથે જવાનુ એ પોતે કહે તો પણ ટાળજો, છેવટે બન્ને ખુશ રહેશો !
36. નવા ડ્રેસમાં એ જાડી લાગે તો એમ કહેજો કે ” આ ડ્રેસ એક સાઇઝ નાનો આવી ગયો લાગે છે”
37. એનો ભાઇ બહુ ઇન્ટેલીજન્ટ છે તેવુ જાહેર કરો
38. લાલ કપડામાં પોસ્ટ ઓફિસનાડબલા જેવી લાગે છે તેવી લોથલ જોક ન મારવી. લાલ કપડામાં સાગરમાં ડિમ્પલ કાપડિયા આવીજ લાગતી હતી એમ કહો.
39. લગ્નદિવસે સાચા સોનાના ઘરેણા લાવી આપો.
40. તમે ખરીદેલી વસ્તુની સાચી કિંમત એના મોંઢે બોલવા દો, અને પછી એની બોલેલી કિંમતની આજુબાજુનો કોઇ પણ આંકડો પાડી દો. તમે જો ડાહ્યા થઇ ને પહેલાજ સાચી કિંમત જાહેર કરશો તો “તમે છેતરાયા” એવુ પ્રમાણપત્ર આપશે અથવા એના માટે તમે “કાયમ હલકી વસ્તુ લાવો છો” એ વાત પર મામલો બીચકશે.
41. ઓફિસેથી ઘેર પાછા આવતા પહેલા મોબાઇલના ઇન બોક્સમાંથી SMS ડીલીટ કરીને આવો.
42. શક્ય હોય તો મોબાઇલનુ રીસન્ટકોલ લીસ્ટ પણ ડીલીટ કરીને ઘેર આવો.
43. એની મોટી બહેનના ગંદા-ગોબરાતોફાની છોકરાને જોતા જ તેડી લો, અને કહો “કેટલો ક્યુટ અને નૉટી છે!” 45. એ રડે તો રૂમાલ નહીં,એને જે જોઇતુ હોય તે લાવી આપો.
46. રક્ષાબંધને સાસરે જ જમવાનુ ભાઇ ! બેસતું વર્ષ અને ભાઈબીજ પણ સાસરે જ ઉજવવા. અને રવિવારે સાસરે ના જવું હોય તો ખર્ચો કરીને બીજે ગમે ત્યાં ફરવા જવાનું.
47. દાળમાંથી કોથમીર અને બીજો કચરો કાઢતા કાઢતા કોઇના બાવડા સુજી ગયા હોય તેવા વૈજ્ઞાનિક પુરાવા નથી, માટે ખોટી ફરિયાદ કરવાનું બંધ કરો.
48. “સાસરૂ સોનાની ખાણ” એ ફિલ્મની ડીવીડી વસાવી લો.ફિલ્મ ના બની હોય તો એ બનાવવા વિચારો છો એમ પત્ની ને કહો.! 49. ફોનનું બિલ એના લીધે વધારે આવે છે એવુ કદી ન કહો.
50. મુસાફરીમાં બધો સામાન તમેજ ઉપાડો! પોત-પોતાનો સામાન પોતે ઉપાડે એટલી બધી સ્ત્રી સમાનતા હજુ આપણા દેશમાં આવી નથી!
નોંધ: ૧) આ ઉપાયો અંગે લખનાર (અધીર અમદાવાદી) કોઈ ગેરેંટી નથી આપતા, તેમજ ઉપાય કારગત ના નીવડે તો આ અંગે કોઈ પણ પ્રકારની તકરાર કરાવી નહિ. ૨) આ ઉપાયો મેં અજમાવેલા છે કે નહિતેવો બેવકુફ જેવો પ્રશ્ન કરવો નહિ. બેવકુફ જેવા પ્રશ્નો પૂછવાની પેટન્ટ મારી પાસેછે. ૩) ઉપરના ઉપાયો પર પિષ્ટપેષણ કરી સમયબગાડવો નહિ. એટલા સમયમાં પત્નીની ઘણી સેવા થઇ શકે છે. ૪) કુંવારાઓ માટે શું? એવા વાહિયાત સવાલો અહી ન કરવા.